ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

કિયારા અડવાણીનો ફિલ્મ કબીર સિંહનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઈ:હિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબીર સિંઘની હીરોઇન કિયારા અડવાણીનો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલિઝ કરાયો હતો. કિયારાએ ફગ્લી ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી.  સિને વન સ્ટુડિયો અને ટી સિરિઝની આ ફિલ્મના પોતાના ફર્સ્ટ લૂકને કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફિલ્મમાં શાહિદ કપૂર એક શરાબી સર્જ્યનનો રોલ કરે છે. એની પ્રિયતમા બીજે પરણી જાય છે પછી આ ડૉક્ટર શરાબનો બંધાણી બની જાય છેે અને ખુવાર થાય છે એવી કથા ફિલ્મમાં છે.અગાઉ  આ ફિલ્મની હીરોઇન તરીકે તારા સૂતરિયાને લેવામાં આવી હતી. તારા હાલ કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ કરી રહી છે. એને એમ લાગ્યું હતું કે બંને ફિલ્મોની તારીખોનો ક્લેશ થશે એટલે એણે કબીર સિંઘ છોડી દીધી હતી. એના સ્થાને કિયારા અડવાણીને લેવામાં આવી હતી.કિયારાએ અગાઉ ટ્વીટર પર એક સંદેશો લખીને કબીર સિંઘની ટીમને ફિલ્મનું શૂટિંગ શરૃ થઇ રહ્યું છે ત્યારે શુભેચ્છા આપતો સંદેશો મૂક્યો હતો. શાહિદ કપૂર સાથે આ ફિલ્મ મળી એને લઇને એ સારી એવી ઉત્તેજિત છે.મૂળ તેલુગુ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ વાંગા આ ફિલ્મનું પણ ડાયરેક્શન સંભાળી રહ્યા છે અને ચાલુ વર્ષના જૂનની ૨૧મીએ આ ફિલ્મ રજૂ કરવાની તેમની યોજના છે. 

 

(4:39 pm IST)