ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

ઇન્ડિયન-2 થી સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરશે અભિષેક બચ્ચન

મુંબઈ:ઘણા લાંબા સમય બાદ અભિષેક બચ્ચન કોઇ ફિલ્મમાં જોવા મળે એવી શકયતા છે. છેલ્લે દિગ્દર્શક અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્ઝિયાંમાં જોવા મળેલો અભિનેતા અભિષેક બચ્ચન દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડિયન ટુમાં અભિનેતા કમલ હસન સાથે સિલ્વર સ્ક્રીન શેયર કરે એવી શકયતા છે. દિગ્દર્શક શંકરની આ ફિલ્મથી અભિષેક તામિલ સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યો છે. જો કે હાલમાં જ કોફી વિથ કરણની છઠી સિઝનમાં અભિષેક બચ્ચને કરણને જણાવ્યું હતું કે તે હવે સોલો હીરોની ફિલ્મો કરવા માગે છે. તેને કોઇની પાછળ ઊભા રહીને અભિનય કરવો પસંદ નથી.

(4:39 pm IST)