ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

હરિન્દરના બીજા પુસ્તક પરથી સિકવલ બનશે

અભિનેત્રી આલિયા ભટ્ટ માટે વર્ષ ૨૦૧૮ ખુબ સારુ રહ્યું હતું. આ ફિલ્મને દર્શકો સાથે વિવેચકોએ પણ વખાણી હતી. આલિયા અને વિક્કી કોૈશલના અભિનયને પણ વખાણાયો હતો. આ ફિલ્મની હવે ઝડપથી સિકવલ બનાવવાની તૈયારી થઇ રહી છે. રાઝીની કહાની હરિન્દર એસ. સિક્કાના પુસ્તક કોલિંગ સહમત પર આધારીત હતી. હવે પુસ્તકનો બીજો ભાગ રિમેમ્બરીંગ સહમતના નામે લખાઇ રહ્યો છે. સિક્કાએ કહ્યું હતું કે બૂકનો બીજો ભાગ લખાઇ રહ્યો  છે જેના પરથી ફિલ્મની સિકવલ બનશે. આ કહાનીમાં ભારત તરફથી એક સ્પાઇ એજન્ટ તરીકે એક કશ્મીરી છોકરીની પાકિસ્તાન મોકલવામાં આવે છે. તેના અનેક રહસ્યો પર ફિલ્મ બની શકે છે. ફિલ્મ રાઝીએ બોકસ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ફિલ્મમાં જયદિપ અહલાવત, સોની રાજદાન, રઝીત કપૂર પણ હતાં. આલિયા હવે રણવીરસિંહ સાથે ગલી બોયમાં જોવા મળશે.

(10:06 am IST)