ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

એક કલાકારે બીજાના વખાણ કરવા જ જોઇએઃ અંકિતા

ટીવી અભિનેત્રી અને હવે ફિલ્મી પરદે પહોંચી ચુકેલી અંકિતા લોખંડે કહે છે બ્રેકઅપ થયું ગયું એટલે તમે સામેની વ્યકિત સાથે વાત પણ ન કરી શકો એવું નથી હોતું. મણિકર્ણિકા ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહેલી અંકિતાના લૂકના તેના એકસ બોયફ્રેન્ડ સુશાંતસિંહે સોશિયલ મિડીયા પર ખુબ વખાણ કર્યા ત્યારે અંકિતાએ પણ વળતો જવાબ આપી તેનો આભાર માન્યો હતો. અંકિતાએ આ અંગે કહ્યું હતું કે હું અને સુશાંતસિંહ હમેંશા એક બીજા સાથે સારી રીતે વર્તન કરીએ છીએ. આ ઉપરાંત બંને એક બીજાના કામના વખાણ પણ કરીએ છીએ. એક કલાકારે બીજા કલાકારના કામના વખાણ કરવા જ જોઇએ, એમાં કંઇ ખોટુ નથી. મારા અને સુશાંત વચ્ચે વધુ કંઇ નથી. પણ એક બીજાના વખાણ કરવામાં ખોટુ કંઇ જ નથી. અંકિતાએ પોતે વિક્કી જૈન સાથે રિલેશનમાં હોવાની વાત પણ સ્વીકારી હતી.

 

(10:06 am IST)