ફિલ્મ જગત
News of Monday, 22nd January 2018

હોકીના કોચની ભૂમિકામાં નજરે પડશે સિંઘમ અજય દેવગણ

મુંબઈ:  અજય દેવગણ  માટે પાછલું વરસ બહુ ભાગ્યશાળી રહ્યું છે. તેની 'ગોલમાલ અગેઇન ફિલ્મે બોકસ ઓફિસ પર ટંકશાળ પાડી છે. આ ઉપરાંત તે નાના પાટેકરને મુખ્ય ભૂમિકામાં લઇ મરાઠી ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યો છે. હવે ટૂંક સમયમાં અભિનેતા હોકીના કોચની ભૂમિકામાં જોવા મળશે. 'મોમ ફિલ્મના દિગ્દર્શક રવિ ઉદયવાર અજ દેવગણને પોતાની આગામી ફિલ્મમાં સાઇન કરે તેવી શક્યતા છે. આ એક સ્પોર્ટ બેઝડ ફિલ્મ હશે , જેમાં  અજય દેવગણ હોકીના કોચની ભૂમિકામાં દેખાશે. ઉદયે બોની કપૂર સાથે આ ફિલ્મ બાબત વાતચીત કરી છે. અજયે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી, જોકે હજી સુધી તેની કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો આમ થશે તો સિંઘમ અભિનેતા પ્રથમ વાર રમત-ગમતને ળગતી ફિલ્મમાં દેખાશે. અજય દેવગણ પાસે આ વરસે ત્રણ-ત્રણ ફિલ્મો હોવાથી તે આખું વરસ વ્યસ્ત રહેવાનો છે. અજય અભિનય ઉપરાંત નિર્માણ ક્ષેત્રે પણ વ્યસ્ત છે.તેના બેનર હેઠળ બનતી ફિલ્મમાં તેની પત્ની કાજોલ પણ કામમ કરવાની છે. જેનું શૂટિંગ જલદી જ શરૃ થવાની શક્યતા છે.

 

 

(4:39 pm IST)