ફિલ્મ જગત
News of Saturday, 21st November 2020

તારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કોરોના પોઝીટીવ

પત્ની નીલા અને પુત્ર ઇશાંકનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ

મુંબઈ,તા.૨૧:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના નિર્માતા અસિત મોદીને કોરોના સંક્રમણ થયું છે. અસિત મોદીએ પોતે ટ્વીટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અસિત મોદીના પત્ની નીલા તેમજ તેના પુત્ર ઈશાંક પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

અસિત મોદી સબ ટીવી પર આવતા લોકપ્રિય શો તરાક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર છે અને તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, તેઓને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામને પ્રોટોકોલનું પાલન કરવા આદેશ કર્યો છે.  

લોકડાઉન બાદ અનલોક સાથે જુલાઈમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ફરી શૂટિંગ શરૂ કરાયું હતું. અસિત મોદીએ અંગ્રેજી અને હિન્દીમાં ટ્વીટ કરીને પોતાને કોરોના સંક્રમણ થયું હોવાનું જણાવ્યું હતું.

(9:38 am IST)