ફિલ્મ જગત
News of Thursday, 21st November 2019

જે ચાહકો તમને મોટા બનાવે છે તેમની સાથે આવુ વર્તન કરવુ યોગ્ય નથીઃ રાનુ મંડળ મામલે હિમેશ રેશમીયાનું નિવેદન

સુરતઃ બોલીવુડના જાણીતા સંગીતકાર અને ગાયક એવા હિમેશ રેશમીયા સુરત ખાતે પોતાની ફિલ્મના પ્રમોશન માટે સુરત આવ્યા હતા. પોતાની ફિલ્મ અંગેની પત્રકાર પરીષદમાં હિમેશ રેશમીયાએ ગેરવર્તણુંકને લઇને વિવાદોમાં આવેલી રાનુ મંડલનો પક્ષ લીધો હતો. પોતાની આવનાર ફિલ્હ હેપ્પી હાર્ડી હીર ફિલ્મના પ્રમોશન માટે હિમેશ રેશમીયા સુરતની મુલાકાતે આવ્યા હતા. પોતાની ફિલ્મની પ્રશંસાની સાથે સાથે હાલમાં ટોલર્સ દ્વારા ટ્રોલ થઇ રહેલી રાનુ મંડલના પક્ષમાં પણ આવ્યા અને રાનુને સલાહ પણ આપી દીધી હતી. હાલ રાનુ મંડલનો એક વિડીયો સામે આવ્યો હતો. જે માટે પોતાના ચાહકો સાથે ગરેવર્તન કરતા જોવા મળી હતી. આ અંગે હિમેશ રેશમીયાએ જણાવ્યું હતું કે વિડીયો જોઇને કોઇ પણ મંતવ્ય આપવાના બદલે રાનુ મંડલનું નિવેદન લેવું જ જરૂરી છેસાથે તેઓએ શીખ આપી હતી કે જે ચાહકો તમને મોટા બનાવે છે તેમની સાથે આવુ વર્તન કરવું યોગ્ય નથી.

પોતાના ફેન સાથે ગેરવર્તન માટે વિવાદમાં આવેલી રાનુ મંડલના તરફેણમાં હિમેશ રેશમીયા મેદાનમાં આવી ગયા છે. મ્યુઝીક ડાયરેકટરથી બોલીવુડ સ્ટાર બની ગયેલા હિમેશ રેશમીયા આજે પોતાની ફિલ્મ હેપ્પી હાર્દી હીર ફિલ્મના પ્રમોશન માટે પોતાની પત્ની સોનાલી સાથે સુરતની મુલાકાતે આવ્યા હતા. આ ફિલ્મમાં એક ગીત રાનુ મંડલનું છે. જેના કારણે તે ફેમસ થઇ ગઇ. પરંતુ રાનુ દ્વારા પોતાના એક ફેનને સેલ્ફી ખેંચવા બાબતે ગેરવર્તન કરતા જોવા મળી હતી અને વિવાદમાં આવી હતી. લોકોએ રાનુની ટીકા પણ કરી. જો કે આ અંગે જયારે હિમેશ રેશમીયાને પુછવામાં આવ્યું ત્યારે તે રાનુના પક્ષમાં આવ્યા હતા તેમણે કહયું હતુ કે વીડીયો થોડાક મીનીટનો છે. જેથી વાસ્તવિકમાં શું ઘટના બની હતી તે કહેવું મુશ્કેલ છે તેમ છતા આ સમગ્ર ઘટના અંગે રાનુ મંડલનું નિવેદન આવવું ખુબ જ જરૂરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લોકો રાનુ મંડલને ટ્રોલ કરી રહયા છે. કયારેક તેના વિડીયોને લઇને કયારેક તેમના મેકઅપને લઇ પરંતુ વાસ્તવિકતા શું છે તે રાનુ મંડલના નિવેદન સાથે જ જાણી શકાય છે. તેઓએ સાથે જણાવ્યું હતું કે જયારે તેમણે રાનુ મંડલનો ગેરવર્તનનો વિડીયો જોયો હતો ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા તેમ છતા રાનુનું મંતવ્ય જાણવું ખુબ જરૂરી છે. સાથે તેમણે સલાહ આપી હતી કે જે ચાહકો એક સામાન્ય વ્યકિતને સ્ટાર બનાવી દેતા હોય એવા ચાહકોને કયારેય નિરાશ નહી કરવા જોઇએ.

(6:35 pm IST)