ફિલ્મ જગત
News of Monday, 21st October 2019

હું અને રાહુલ માત્ર સારા મિત્રો છીએઃ નિધી અગ્રવાલ

ક્રિકેટ અને ફિલ્મ બંનેમાં ગ્લેમર છે અને પહેલેથી જ ક્રિકેટર અને ફિલ્મી અભિનેત્રીઓ વચ્ચે રોમાન્સ થતાં આવ્યા છે. પટોૈડી-શર્મિલા, અઝહર-સંગીતા, વિરાટઅ-અનુષ્કા સહિતની જોડીઓ સામે છે. ત્યાં હવે ભારતીય ટીમના ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી નિધી અગ્રવાલ વચ્ચે રિલેશન હોવાની વાતો વહેતી થઇ છે. નિધીએ ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ મુન્ના માઇકલ કરી હતી. કેએલ રાહુલ અને નિધી એક સાથે જોવા મળતાં અફવાનો બજાર ગરમ થઇ ગઇ હતી અને બંને વચ્ચે રોમાન્સ ચાલી રહ્યાની વાતો પણ થવા માંડી હતી. લોકો તો ત્યાં સુધી કહેવા માંડ્યા કે ક્રિકેટ-ફિલ્મની વધુ એક જોડી જામી ગઇ છે. જો કે તાજેતરમાં નિધીએ એક તેલુગ ટીવી શોમાં કેએલ રાહુલ વિશેના સવાલનો જવાબ આપતાં ખુલાસો કર્યો હતો કે અમે માત્ર સારા મિત્રો છીએ. ભારતે પાકિસ્તાન સામે મેચ જીતી હતી ત્યારે હું તેને લંડનમાં મળી હતી. મેં બધા ક્રિકેટરને શુભેચ્છા પાઠવી હતી. 

(10:03 am IST)