ફિલ્મ જગત
News of Sunday, 21st October 2018

પ્રિયંકા ચોપડા અને રહેમાન એક પ્રોજેક્ટમાં સાથે દેખાશે

પ્રિયંકા ચોપડા દ્વારા ફોટો શેયર કરવામાં આવ્યોઃ પ્રિયંકા ચોપડા શાહરૂખ ખાનની જેમ જ હોકી ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં નજરે પડશે : હેવાલમાં દાવો કરાયો

મુંબઇ,તા. ૨૧: દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને મ્યુઝિક માઇસ્ટ્રો એઆર રહેમાન ટુંક સમયમાં જ એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આમાં કોઇ બે મત નથી કે જ્યારે બે સુપરસ્ટાર એક સાથે આવે છે ત્યારે જાદુ જોવા મળે છે. ગુરૂવારના દિવસે બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાને એઆર રહેમાનની સાથે એક ફોટો પોસ્ટ કર્યો તો. અહેવાલ મળી રહ્યા છે કે શાહરૂખ ખાન ગ્રેમી એવોર્ડ વિજેતા રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા હોકી વર્લ્ડ કપના એક નવા ગીતમાં નજરે પડનાર છે. એમ પણ કહેવામાં આવે છે કે રહેમાન અને શાહરૂખ ખાન ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પણ હાજર રહેનાર છે. શાહરૂખ ખાન બાદ હવે દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પણ એઆર રહેમાન સાથે એક સેલ્ફીમાં નજરે પડી રહી છે. આ સેલ્ફીને પ્રિયંકા ચોપડાએ લાસ વેગાસમાં લીધી હતી. જેબીએલ સ્ટુડિયોમાં પાડવામાં આવેલી આ સેલ્ફીમાં તે કેપ્શનમાં  લખી રહી છે કે જીનિયસની હાજરી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો શાહરૂખ ખાનની જેમ જ પ્રિયંકા ચોપડા પણ હોકી ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એઆર રહેમાનની સાથે નજરે પડનાર છે. એઆર રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા ગીતના બોલ જારી કરવામાં આવ્યા છે. ગુલજાર દ્વારા લખવામાં આવેલા આ ગીતના બોલ જય હિન્દ હિન્દ , જય ઇન્ડિયા લખવામાં આવ્યુ છે. પ્રિયંકા ચોપડા હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કના શુટિંગને લંડનમાં પૂર્ણ કરી ચુકી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની  સાથે ફરહાન અખ્તર અને જાયરા વાસીમ પણ કામ કરી  રહ્યા છે. પ્રિયંકા ચોપડા હોલિવુડની અન્ય એક ફિલ્મ કાઉબોય નિંજા સાઇન કરી ચુકી છે. તેની પાસે અન્ય  હોલિવુડ ફિલ્મો પણ રહેલી છે.

(12:37 pm IST)