ફિલ્મ જગત
News of Sunday, 21st October 2018

ફિલ્મ 'બધાઈ હો'એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર કરી 11,67 કરોડની કમાણી

મુંબઈ :આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'બધાઈ હો' એ બે દિવસમાં કુલ 18.69 કરોડની કમાણી કરી છે. પહેલા દિવસે ફિલ્મે ધીમી શરૂઆત કરી હતી. જો કે ત્યાર બાદ બીજા દિવસે શુક્રવારે બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણીમાં 60 ટકાનો વધોરો જોવા મળ્યો હતો. બોક્સ ઓફિસ ઈન્ડિયા નામની વેબસાઈટના રિપોર્ટ અનુસાર બીજા દિવસે ફિલ્મે 11.67 કરોડની કમાણી કરી છે.

(9:11 pm IST)