ફિલ્મ જગત
News of Monday, 21st September 2020

માતા-પિતાના સપના સાકાર કરવા છે યશને

સાઉથ સુપરસ્ટાર યશએ સ્ટારડમ મેળવવા માટે દિલ અને આત્માથી કામકર્યુ છે. યશ કહે છે માતા-પિતાના આશીવાદ, ખુશી અને તેમની આંખોમાં જોવા મળતું ગોૈરવ બસ આ જ મારા માટે સોૈથી મોટી ઉપલબ્ધી છે. યશ કહે છે મારા માટે મારા માતા-પિતા અને પરિવાર જ મારી દુનિયા છે. હું જે કંઇ મહેનત કરતો હોઉ છું તેનાથી મારા માતા-પિતા ગોૈરવ અનુભવે છે. હું નિશ્ચીત રૂપે મારુ સપનુ જીવી રહ્યો છું. યશના પિતા બસ કંડકટર હતાં. તેના માતા ગૃહિણી છે. બંને ઘરની જરૂરીયાત પુરી કરવા અને બાળકોની ઇચ્છા પુરી કરવા ખુબ મહેનત કરતાં હતાં. આ કારણે કયારેક તો પોતાની જરૂરિયાતને પણ તેઓ નજરઅંદાજ કરતાં હતાં. યશ કહે છે હવે હું મારા માતા-પિતાને આરામદાયક જીવન આપવા તમામ પ્રયાસો કરુ છું. હું તેના તમામ સપના સાકાર કરવા ઇચ્છુ છું. યશને તેની ફિલ્મ કેજીએફ થકી ખુબ જ નામના મળી છે. હવે આ ફિલ્મનો બીજો ભાગ પણ રિલીઝ થવાનો છે. યશના ચાહકો તેને ફરીથી રોકીભાઇના રૂપમાં જોવા અધિરા છે.

(10:14 am IST)