ફિલ્મ જગત
News of Monday, 21st September 2020

દિશા સાલિયાન પર બળાત્‍કાર થયો હતો

આઇ વિટનેસનો દાવો

 મુંબઇ,તા.૨૧: હવે એક રિપોર્ટમાં એક સાક્ષીને ટાંકીને દાવો કરવામાં આવ્‍યો છે કે, આ વર્ષે આઠમી જૂને દિશા સાલિયાન પર મલાડ સ્‍થિત એક ફ્‌લેટમાં બળાત્‍કાર થયો હતો. આ સાક્ષી પોતે એક એક્‍ટર છે અને તે મલાડવાળા ફ્‌લેટ પર રાત્રે નવથી સાડાનવ વાગ્‍યાની વચ્‍ચે પહોંચ્‍યો હતો. તેણે જણાવ્‍યું હતું કે, એક કલાક સુધી તો પાર્ટી સારી રીતે ચાલતી રહી હતી. એના પછી થોડી શંકા હતી. કેટલાક લોકો બે બેડરૂમ્‍સમાં જતા રહ્યા અને અંદરથી લોક લગાવી દીધું હતું.

આ સાક્ષીનું કહેવું છે કે, પાર્ટીમાં લાઉડ મ્‍યુઝિક પ્‍લે કરવામાં આવ્‍યું હતું. જેથી તેમના અવાજ ન સંભળાઈ શકે. આ સાક્ષી માસ્‍ટર બેડરૂમમાં બંધ હતો જયારે રોહન રોય, તેની ફિયાન્‍સ દિશા બીજા રૂમમાં હતા. થોડી વાર પછી આ લોકોને બહાર લાવવામાં આવ્‍યા હતા. બહાર શું થયું એ જોઈને તે હેરાન થઈ ગયો હતો. આ સાક્ષીએ જણાવ્‍યું હતું કે, દિશાનો મૃતદેહ જોયા પછી રોહન રોય અને તેના ફ્રેન્‍ડ રેલવે સ્‍ટેશન તરફ દોડ્‍યા હતા અને પોતાના દ્યરે જતા રહ્યા હતા. દિશાના નિધનને લઈને જે થીયરીઝ આપવામાં આવતી હતી એ જાણીતે સુશાંત શોધવા ઇચ્‍છતો હતો કે, આખરે દિશાની સાથે શું થયું હતું. તેણે પોતાના ફ્રેન્‍ડ્‍સને કોલ કરીને દિશાની હત્‍યા થઈ હોવાની શંકા પણ વ્‍યક્‍ત કરી હતી.

(10:17 am IST)