ધ સ્કાઇ ઇઝ પિન્કનું પ્રમોશન કરવા મુંબઇ પહોંચી દેસી ગર્લ પ્રિયંકા ચોપરા
વાઇટ કલરનું પ્રિન્ટેડ ટૉપ અને શૉર્ટ્સ પહેરી એરપોર્ટ પર કૉન્ફીડેન્ટ અને સ્ટાઇલિશ દેખાઈ પ્રિયંકા
મુંબઈ : બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તે ફિલ્મનું પ્રમોશન કરવા ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. હવે પ્રિયંકા પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા મુંબઇ આવી છે
એરપોર્ટ પરથી નીકળતી વખતે તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં અભિનેત્રી એકદમ કૂલ દેખાય છે. તેણે વાઇટ કલરનું પ્રિન્ટેડ ટૉપ અને શૉર્ટ્સ પહેર્યા છે. સાથે જ તેણે બ્લેક કલરના શૂઝ વેર કર્યા છે. આ આખા ગેટઅપમાં પ્રિયંકા કૉન્ફીડેન્ટ અને સ્ટાઇલિશ દેખાય છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સુરેશ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફરહાન ફિલ્મમાં પ્રિયંકાના પતિનું પાત્ર ભજવે છે, જ્યારે ઝાયરા અને રોહિત તેના બાળકોનો. આ ફિલ્મ સાથે પ્રિયંકા ઘણાં સમય પછી બોલીવુડમાં કમબૅક કરી રહી છે. આ જ કારણ છે કે ટ્રેલર રિલીઝ થયા પછી બધા આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.