ફિલ્મ જગત
News of Friday, 21st September 2018

વિજતંત્રને ઢંઢોળશે ફિલ્‍મ ‘બત્તી ગૂલ મિટર ચાલુ': આજથી રિલીઝ

ટી-સિરીઝ સુપર કેસેટ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી. બેનર અને નિર્માતા નિતીન ચંદ્રચૂડ, શ્રીનારાયણસિંહ, કુસુમ અરોરા, નિશાંત પિટ્ટી, કૃષ્‍ણ કુમાર અને ભુષણ કુમાર તથા નિર્દેશક શ્રીનારાયણસિંહની ફિલ્‍મ બત્તી ગૂલ મિટર ચાલુ' આજથી રિલીઝ થઇ છે.

ફિલ્‍મમાં સંગીત અનુ મલિક, સંચેત ટંડન, પરંપરા બેન્‍ડ, નુસરત ફતેહઅલી ખાન અને રોચક કોહલીએ આપ્‍યું છે. શાહિદ કપૂર, શ્રધ્‍ધા કપૂર, યામી ગોૈતમ, દિવ્‍યેંદુ શર્મા, ફરીદા ઝલાલ, સુધીર પાંડે, સુપ્રિયા પિલગાંવકર સહિતે મુખ્‍ય ભૂમિકા નિભાવી છે. ટોયલેટ-એક પ્રેમ કથા નામની સુપરહિટ ફિલ્‍મ નિર્દેશક શ્રીનારાયણસિંહે બનાવી હતી. જેમાં ગામડાઓમાં શોૈચાલયની સ્‍થિતિ  દર્શાવી હતી. હવે તેઓ વિજળી અને વિજળીના સતત વધી રહેલા બીલના મુદ્દાને ફિલ્‍મ બત્તી ગૂલ મીટર ચાલુ'માં લઇ આવ્‍યા છે. ફિલ્‍મના નામ પરથી જ લાગે છે કે લાઇટ તો પુરતી મળતી નથી, પણ બીલ જરૂર આવે છે અને એ પણ અગડમ-બગડમ.

ફિલ્‍મમાં શાહિદ કપૂર સુશીલ કુમાર ઉર્ફ એસ. કે. નામના યુવાનની ભૂમિકામાં છે. ઉત્તરાખંડના નાનકડા શહેરમાં તે રહે છે અને તે ખરાબ મીટર અને તેના રિડીંગના આધાર પર બનાવવામાં આવતાં ગમે તેવડા બીલ આપનારા સામે લડે છે. અદાલતમાં એસ. કે. સામે એડવોકેટ ગુલનાર (યામી ગોૈતમ) આવી જાય છે. એસ.કે.ને કેસ લડવામાં તેની પ્રેમિકા લલિતા નોૈટિયાલ (શ્રધ્‍ધા કપૂર) મદદકરે છે. કઇ રીતે વિજતંત્રમાં ફેલાયેલા ભ્રષ્‍ટાચાર, લાલીયાશાહી અને અસુવિધા સામે આ યુવાન લડાઇ લડે છે તે ફિલ્‍મનો સાર છે. આ ફિલ્‍મમાં હિરોઇન તરીકે શ્રધ્‍ધા કપૂર પહેલી પસંદ નહોતી. પહેલા કેટરીના કૈફ, ઇલિયાના ડિક્રુઝ અને સોનાક્ષી સિન્‍હાને રોલ ઓફર થયો હતો. પણ ત્રણેય સાથે વાત ન જામતાં અંતે શ્રધ્‍ધા ફાઇનલ થઇ ગઇ હતી.

(10:35 am IST)