ફિલ્મ જગત
News of Friday, 21st September 2018

સંજય-આદિત્‍ય અને આલિયાની ‘સડક-૨' આવશે આવતા વર્ષે

મહેશ ભટ્ટ નિર્દેશીત સુપરહિટ ફિલ્‍મ સડક'ની સિક્‍વલ સડક-૨' બનાવવાનું ફાઇનલ થઇ ગયું છે. આ અંગેની વિધીવત જાહેરાત પણ કરવામાં આવી છે. તાજેતરમાં સંજય દત્ત, આદિત્‍ય રોય કપૂર અને આલિયા ભટ્ટે મહેશ ભટ્ટની મુંબઇ ખાર ખાતેની ઓફિસે મુલાકાત ગોઠવી હતી. એક કલાક સુધી અહિ સ્‍ક્રિપ્‍ટ સહિતની ચર્ચાઓ થઇ હતી. ફિલ્‍મમાં આદિત્‍ય રોય કપૂર અને આલિયા ભટ્ટ યુવાન કપલના રૂપમાં જોવા મળશે. આલિયાની તેના પિતા મહેશ ભટ્ટ બેનર સાથે આ પ્રથમ ફિલ્‍મ છે. સંજય દત્ત રવિના રોલમાં જ હશે. સડકમાં પણ તેનું આ જ નામ હતું. રવિ એક ટેક્‍સી ડ્રાઇવર હોય છે અને એક એવી છોકરીને દિલ દઇ બેસે છે જેને બળજબરીથી લોહીના વેપલામાં ધકેલી દેવામાં આવી છે. તે ત્‍યાંથી તેને છોડાવીને ભગાડી જાય છે. સડક પુરી થઇ હતી ત્‍યાંથી જ કહાની આગળ વધારાશે. ૧૫ નવેમ્‍બર-૨૦૧૯ના રોજ રિલીઝ થશે.

(10:36 am IST)