ફિલ્મ જગત
News of Friday, 21st September 2018

દિપીકાને લઇ ફિલ્‍મ બનાવવા મેઘનાની તૈયારી

દિપીકા પાદુકોણ હાલમાં ફિલ્‍મોમાં ઓછુ અને રોમાન્‍સ તરફ વધુ ધ્‍યાન આપી રહી છે. રણવીર સિંહ સાથે તે લગ્નની તારીખ ફિક્‍સ કરવામાં વ્‍યસ્‍ત છે અને નિર્માતાઓ તરફ વધુ ધ્‍યાન આપી રહી નથી. અનેક નિર્માતા દિપીકાને સાઇન કરવા રાહ જોઇને ઉભા છે. ત્‍યાં દિપીકાએ મેઘના ગુલઝારની એક ફિલ્‍મ કરવાની હા કહી દીધી છે. મેઘનાએ અગાઉ બનાવેલી ફિલ્‍મો તલવાર' અને રાઝી'એ દર્શકો અને વિવેચકોને ખુભ પ્રભાવીત કર્યા હતાં. આ ફિલ્‍મોએ બોક્‍સ ઓફિસ પર સારી કમાણી પણ કરી હતી. હવે દિપીકાને લઇને મેઘના એક ફિલ્‍મ બનાવવાની છે. જો કે હાલમાં સ્‍ક્રિપ્‍ટ કે કહાની વિશે વધુ વિગતો બહાર આવી નથી. શ્રીદેવીની જ એક હિટ ફિલ્‍મની રિમેક હોવાની ચર્ચા છે. કદાચ આ થ્રિલર ફિલ્‍મ હોઇ શકે. મેઘનાને આવા વિષયો વધુ પસંદ છે. 

 

(10:34 am IST)