ફિલ્મ જગત
News of Wednesday, 21st August 2019

ફિલ્મ ડેઝર્ટ ડોલ્ફિનમાં જોવા મળશે દિગ્ગ્જ અભિનેત્રી વહીદા રહેમાન

અભિનેત્રી વહીદા રહેમાન ફિલ્મમેકર મંજરી મકીજાનીની સ્કેટબોર્ડિંગ ફિલ્મ ડેઝર્ટ ડોલ્ફિનમાં જોવા મળવાની છે. પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન પહેલીવાર પીઢ અભિનેત્રી કોઈ મહિલા ફિલ્મમેકર સાથે કામ કરી રહી છે. તેને માટે અભિનેત્રી ખૂબ જ ઉત્સાહમાં છે. મંજરી દિવંગત અભિનેતા મેક મોહન (શોલેનો સાંભા)ની પુત્રી છે. ફિલ્મ રાજસ્થાનના ઉદયપુર પાસે સ્થિત એક ગામ ખેમપુર પર આધારિત છે જ્યાં મેકરોએ એક સ્કેટપાર્કનું નિર્માણ કયંર્ુ છે. વહીદાએ જણાવ્યું હતું કે આ પહેલાં મેં માત્ર સ્કેટબોર્ડિંગ વિશે સાંભળ્યું હતું અને કયારેય મેં ભારતમાં સ્કેટપાર્ક જોયો નથી. ફિલ્મનો યુનિક કોન્સેપ્ટ હોવાથી હું ફિલ્મ કરવા રાજી થઈ છું.

(5:23 pm IST)