ફિલ્મ જગત
News of Tuesday, 21st August 2018

નવાજુદ્દીન સિદ્દીકીને ઈટાલીના લોકો આ પાત્રના નામથી ઓળખે છે

મુંબઈ:ટોચના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ એવો દાવો કર્યો હતો કે નેટફ્લીક્સ પર રજૂ થયેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સમાં મેં ભજવેલા મુંબઇની અંધારી આલમના ડૉન ગણેશ ગાયતોંડેએ મને ગ્લોબલ અભિનેતા બનાવી દીધો.વિક્રમ ચંદ્રાની નવલકથા પરથી બનેલી આ વેબ સિરિઝના પગલે એની બીજી સીઝન પણ આવવાની છે એવી વાતો વહેતી થઇ હતી. નવાઝે કહ્યું કે હું ઇટાલી ગયો હતો ત્યાં લોકોએ મને ગાયતોંડે તરીકે ઓળખી કાઢ્યો હતો. એનો અર્થ એવો છે કે આ વેબ સિરિઝ આંતરરાષ્ટ્રીય લેવલે દર્શકોએ જોઇ હતી અને પાત્રોને યાદ રાખ્યાં હતાં.આમ તો ગેંગ્સ ઑફ વાસેપુર અને મન્ટો જેવી ફિલ્મો વિવિધ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલોમાં રજૂ થઇ હોવાથી નવાઝ દુનિયાભરમાં જાણીતો ચહેરો છે પરંતુ એ કહે છે કે સેક્રેડ ગેમ્સ સિરિઝે મને વધુ લોકપ્રિય બનાવી દીધો છે. લોકો મને ગાયતોંડે તરીકે ઓળખતા થઇ ગયા છે. ડિજિટલ પ્લેટફોર્મ હવે ખરા અર્થમાં વૈશ્વિક બની રહ્યું છે. 

(5:04 pm IST)