ફિલ્મ જગત
News of Tuesday, 21st August 2018

ફિટનેસ બાબતે જરાપણ આળસ નથી દાખવતી સારા

સૈફ અલી ખાનની પહેલી પત્નિ અમૃતા સિંઘની દિકરી સારા અલી ખાન તેની ફિલ્મ કેદારનાથ અને સિમ્બાને કારણે ચર્ચામાં છે. ફિલ્મો અને સ્ટાઇલ ઉપરાંત સારા પોતાની ફિટનેસને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. તે ગમે તેટલી વ્યસ્ત હોય તો પણ જીમમાં કસરત કરવા પહોંચી જ જાય છે. તાજેતરમાં તેના પિતા સૈફ અલી ખાનનો બર્થ ડે હતો. તેણે પરિવારજનો સાથે મળીને ઉજવણીમાં ભાગ લીધો હતો. પણ તેમાંથી સમય મળતાં જ તે જીમમાં પહોંચી ગઇ હતી અને કસરત કરી હતી. સારા અલી ખાન ફિટનેસ બાબતે સતત સતર્ક રહે છે. તે આ માટે જીમમાં જવા ઉપરાંત ડાન્સ પણ કરે છે. સારા સમજે છે કે બોલીવૂડમાં સફળતાનો રસ્તો સરળ નથી. ફિટ રહેવું અહિ સતત જરૂરી છે. સારા સાથે કેદારનાથમાં સુશાંતસિંહ રાજપૂત અને સિમ્બામાં રણવીર સિંઘ છે.

(9:14 am IST)