ફિલ્મ જગત
News of Tuesday, 21st August 2018

દંગલ પછી સાન્યાની બીજી ફિલ્મ પટાખા

વિશાલની કોમેડી-ડ્રામા ફિલ્મમાં સાન્યા અને રાધિકા મદાનની જબરદસ્ત લડાઇ જોવા મળશે. આમિર ખાનની ફિલ્મ દંગલમાં બબીતાનો રોલ નિભાવનારી સાન્યાની ત્યાર પછીની આ બીજી ફિલ્મ છે. આમિર ખાને પણ સાન્યાને આ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે. પ્રિયંકા ચોપડાએ પણ સાન્યાની આ ફિલ્મના પોસ્ટરને પોસ્ટ કરી લખ્યું છે કે વિશાલ સરની આ ફિલ્મની હું લાંબા સમયથી રાહ જોઇ રહી હતી. તેણે વિશાલને પણ શુભકામના પાઠવતાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ ફિલ્મ બધાને ખુબ ગમવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને લોકોને ખુબ ગમી રહ્યું છે. સાન્યા સાથે રાધિકા ઉપરાંત સુનિલ ગ્રોવર, વિજય રાજ મહત્યના રોલમાં છે. કોમેડી-ડ્રામાથી ભરપુર આ ફિલ્મમાં વિશાલ ભારદ્વાજ અલગ જ કહાની લઇને આવ્યા છે. ૨૮મી સપ્ટેમ્બરે આ ફિલ્મ આવશે. વરૂણ અને અનુષ્કાની સુઇ-ધાગા પણ આ દિવસે રિલીઝ થશે.

(9:13 am IST)