ફિલ્મ જગત
News of Tuesday, 21st August 2018

કૃતિકા અને જૈકીની 'મિત્રો' આવી રહી છે આવતા મહિને

અભિનેતા જૈકી ભગનાનીની આગામી ફિલ્મ 'મિત્રો'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં જૈકી મધ્યમવર્ગીય પરિવારના યુવાનના રોલમાં છે જે જિંદગીને કદી પણ ગંભીરતાથી લેતો નથી. કોઇપણ કામ હોય તેને આવતીકાલ પર ટાળી દે છે. કૃતિકા એમબીએ કરી ચુકેલી યુવતિના રોલમાં છે જે નોકરીને બદલે પોતાનો બિઝનેસ કરવા ઇચ્છે છે. ફિલ્મમાં જૈકી ભગનાની અને કૃતિકા કામરા ઉપરાંત નિરજ સૂદ, શિવમ્ પારીખ, પ્રતિક ગાંધીની મુખ્ય ભૂમિકા છે. ૧૪મી સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે. જૈકી ભગનાની ૨૦૧૫માં વેલકમ ટુ કરાચીમાં જોવા મળ્યો હતો. બે વર્ષ પહછી તે નવી ફિલ્મમાં આવ્યો છે. આ ફિલ્મથી ટીવી પરદાની જાણીતી અભિનેત્રી કૃતિકા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે.

(9:12 am IST)