ફિલ્મ જગત
News of Sunday, 21st July 2019

રૂપેરીપદડે ફરી જમાવટ કરશે રણબીર અને દીપિકાની જોડી : અજય દેવગણ પણ ભૂમિકા ભજવે તેવી શકયતા

દીપિકા અને રણબીરને દિગ્દર્શક લવ રંજનની ઓફિસ પાસે પરપહોંચતા નવા પ્રોજેક્ટ અંગે અટકળ

મુંબઈ ;પરણીને ઠરીઠામ થયેલી બૉલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ અને રણબીર કપૂરની જોડી રૂપેરી પડદે ફરી સાથે દેખાવાની અટકળ છે દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા છે  ત્યારે તાજેતરમાં દીપિકા અને રણબીરને દિગ્દર્શક લવ રંજનની ઓફિસ પાસે પર પહોંચ્યા હતા. બન્નેને સાથે જોતા ફરી તેઓ સાથે નવા પ્રોજેક્ટમાં કામ કરવાના છે તેવી અટકળો વહેતી થઇ છે.

આ ફિલ્મમાં અજય દેવગણ પણ હોય તેવી શક્યતા છે. મળેલી જાણકારી મુજબ આ ફિલ્મ આ વરસના અંતમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. ભૂતકાલમાં દીપિકા અને રણવીરે 'બચના ઓ હસીના', ' યે જવાની હૈ દીવાની અને 'તમાશા'માં સાથે કામકર્યું હતું.

(11:19 am IST)