ફિલ્મ જગત
News of Friday, 21st June 2019

દીપિકા સિંહે વેનિટી વેનને જ યોગ સ્ટુડિયો બનાવ્યો છે

દીપિકા સિંહે પોતાને ફિટ એન્ડ ફાઇન રાખવા માટે પોતાની વેનિટીને જ યોગનો સ્ટુડીયો બનાવ્યો છે. એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે તે ફિટસને લઇને કોઇ સમાધાન કરવા નથી માગતી. દીપિકા હાલમાં કલર્સ ચેનલ પર આવતા 'કવચ-ર' માં જોવા મળી રહી છે. તેને જયારે પણ સમય મળે છે તે યોગાસન કરે છે. બાળકના જન્મ બાદ પોતાનું આરોગ્ય જળવાઇ રહે એ માટે તેણે યોગ કરવાનું શરૂ કર્યુ છે. યોગ વિશે વધુ જણાવતાં દીપિકાએ કહયું હતું કે, 'હું ખુબ જ ગંભીરતાથી યોગનું પાલન કરું છું. યોગ દ્વારા મારા હેકિટક શેડયુલમાં પણ હું પોતાને શાંત રાખી શકું છું અને એના કારણે જ મેં મારી ફલેકિસબિલીટી પાછી મેળવી છે. હું હંમેશાંથી જ ફિટનેસ અને પોષણયુકત આહારમાં માનું છું. હું ફિટ રહેવા માગું છું. એથી જ હું દરરોજ યોગ કરું છું. હું બ્રેક મળે ત્યારે આસન કરું છું. મેં મારી વેનિટી વેનને જ યોગના સ્ટુડીયોમાં બદલી નાખી છે.'

(11:51 am IST)