ફિલ્મ લવ સોનિયાનો પ્રીમિયર શો માટે રિચા ચઢ્ઢા લંડન જવા રવાના
મુંબઈ:અભિનેત્રી રિચા ચડ્ડા બુધવારે રાત્રે લંડન જવા રવાના થઇ હોવાની જાણકારી મળી હતી. એની લેટેસ્ટ ફિલ્મ લવ સોનિયાનો પ્રીમિયર શો લંડનમાં બાગરી ફાઉન્ડેશન લંડન ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાવાનો છે. આ ફિલ્મનું ડાયરેક્શન લાઇફ ઑફ પાઇ જેવી હિટ ફિલ્મ બનાવનારા તબરેજ નૂરાનીએ કર્યું છે. રિચા એમની સાથે જ લંડન જવા રવાના થઇ હતી. રિચાએ કહ્યું કે અનિચ્છાએ કાયાના સોદા કરતી છોકરીઓ અને વેશ્યાગીરીની આ ફિલ્મ માત્ર માહિતીદાયક નહીં પણ કમર્શિયલ ફિલ્મ જેવી જ બની છે અને હજ્જારો છોકરીઓની દુર્દશાની કથા રજૂ કરે છે એટલે એને ઓડિયન્સ તરફથી જોરદાર આવકાર મળવાની મને ખાતરી છે. રિચાએ આ ફિલ્મમાં કૂટણખાનની માલકણનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં વેશ્યાગીરીમાં ધકેલાઇ જતી યુવતીઓની કરુણ કથાને વણી લેવામાં આવી છે. આ ધંધામાંથી ઊગરી ગેયલી કેટલીક છોકરીઓની કરુણકથા પણ રજૂ કરાઇ છે.