ફિલ્મ જગત
News of Thursday, 21st June 2018

ગુજરાતી ડોકટરની ભૂમિકામાં દેખાશે કૃતિ ખરબંદા

બોલીવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા ફિલ્મ 'યમલા પગલા દિવાના-ફિર સે'માં ખાસ રોલ નિભાવી રહી છે. કૃતિને આ ફિલ્મમાં ગુજરાતી યુવતિનું પાત્ર મળ્યું છે. જે એક ડોકટર છે. કૃતિએ કહ્યું હતું કે મેં આ રોલને ન્યાય આપવા ખુબ મહેનત કરી છે. ફિલ્મની ડબીંગ વખતે હું એક ગુજરાતી ટીચરને સાથે રાખતી હતી. જેથી કરીને ઉચ્ચારણમાં ભાષા શૈલી સાથે ન્યાય કરી શકાય. ગુજરાતી યુવતિનો રોલ મારા માટે પડકારરૂપ છે, કારણ કે હું પંજાબી છું. મારે ગુજરાતી એ રીતે બોલવાનું હતું કે જાણે હું પોતે ગુજરાતી હોઉં. આ કામ મારા માટે ખુબ મુશ્કેલ હતું. જો કે હું નવું શીખવા માટે ખુબ ઉત્સાહિત હતી. ફિલ્મ મારા માટે ખુબ મહત્વની છે. મેં આટલા બધા કલાકારો સાથે કદી કામ નથી કર્યુ છે. ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી સાથે કામ કરવું અદ્દભુત હતું.

(9:04 am IST)