ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

10 જુલાઈ 2020માં રિલીઝ થશે ફિલ્મ 'સડક-2'

મુંબઈ:સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટની ૧૯૯૧ની હિટ ફિલ્મ સડકની સિક્વલ સડક ટુની રિલિઝ ડેટ સોમવારે જાહેર કરવામાં આવી હતી.મૂળ ફિલ્મમાં મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને સંજય દત્ત ચમક્યાં હતાં. એક ટેક્સી ડ્રાઇવર વેશ્યાના પ્રેમમાં પડે છે પરિણામે યુવતીને કૂટણખાનામાંથી બચાવવા મથે છે ત્યારે કૂટણખાનાના સંચાલક અને તેના ગુંડાઓનો સામનો કરવેા પડે છે એવી કથા મૂળ ફિલ્મમાં હતી અને ફિલ્મ હિટ નીવડી હતી. હવે મહેશ ભટ્ટ પૂજા અને સંજય દત્ત ઉપરાંત પોતાની બીજી અભિનેત્રી પુત્રી આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરને લઇને સિક્વલ બનાવી રહ્યા છે. ગયા વર્ષથી સિક્વલની જાહેરાત થતી રહી હતી પરંતુ આલિયા પાસે તારીખો નહોતી એટલે સિક્વલ ફ્લોર પર જઇ શકતી નહોતી. હાલ આલિયા પાસે તારીખો છે એટલે સિક્વલનું શૂટિંગ શરૃ કરવાની મહેશ ભટ્ટની યોજના છે.  આલિયા સાથે મહેશ ભટ્ટની આ  પહેલી ફિલ્મ હશે. બેએક વર્ષ પહેલાં એમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે આલિયા તો સ્ટાર છે અને હું સ્ટાર્સ સાથે ફિલ્મો બનાવતો નથી. આલિયાએ ગયા સપ્તાહે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે મારા પિતાની ફિલ્મમાં કામ કરતાં મને ખૂબ ડર લાગે છે કારણ કે ડાયરેક્ટર તરીકે તેઓ ખૂબ કડક હોવાનું સાંભળ્યું છે.મહેશ ભટ્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે ફિલ્મ ૨૦૨૦ના જુલાઇની ૧૦મીએ રજૂ કરવાની ભટ્ટ સાહેબની યોજના છે.

(5:20 pm IST)