ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

હવે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પર બનશે બાયોપિક

મુંબઈ:મોખરાની અભિનેત્રી ડાન્સર માધુરી દીક્ષિતની બાયોફિલ્મ બનાવવાનો વિચાર એક પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જક કરી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી.માહિતગાર વર્તુળોએ સમાચારને સમર્થન આપતાં કહ્યું કે વાત સાચી છે. અત્યારે માત્ર સક્રિય વિચાર કરાઇ રહ્યો છે. માધુરી પોતે પણ એક ફિલ્મ કંપની ધરાવે છે એટલે વિચાર સાકાર થાય તો માધુરી પોતે પણ સહનિર્માત્રી હશે. અત્યારે તો માધુરીના જીવનના કયા કયા પ્રસંગોને સ્ક્રીપપ્ટમાં કેટલું મહત્ત્વ આપવું એની વિચારણા થઇ રહી છે. માધુરી પોતે પણ હજુ બોલિવૂડમાં સક્રિય છે.જો કે માધુરીનો રોલ કઇ અભિનેત્રીને આપવો સવાલ એક પ્રકારનો પડકાર હશે. અબોધ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરનારી માધુરી જે રીતે ટોચની અભિનેત્રી બની રહી એે કથા પણ ઓછી રોમાંચક નથી.  તાજેતરમાં ફ્લોપ નીવડેલી કરણ જોહરની કલંક ફિલ્મના પ્રમોશન વખતે માધુરીને પૂછવામાં આવેલું કે તમારી બાયો-ફિલ્મ બને તો તમારી દ્રષ્ટિએ કોણે તમારો રોલ કરવો જોઇએ ત્યારે માધુરીએ આલિયા ભટ્ટનું નામ સૂચવ્યું હતું. જો કે એણે વધુમાં કહ્યું હતું કે મારો રોલ કરવા માટે આલિયાએ કથક  ડાન્સની તાલીમ લેવી પડે ખરી.

(5:20 pm IST)