ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

ત્રીજી વખત નેગેટિવ રોલ નિભાવશે ઐશ્વર્યા

અભિનેત્રી ઐશ્વર્યા રાય ફરી એક વખત નિર્દેશક મણિરત્નમ સાથે કામ કરવાની છે. અગાઉ તેણે રાવણ, ગુરૂ, ઇરૂવર, રગાસિયમ જેવી ફિલ્મો મણીરત્નમ સાથે કરી હતી. મણિએ હમેંશા ઐશ્વર્યાને મુખ્ય રોલ આપ્યો છે. જો કે આ વખતે તે નેગેટિવ રોલ નિભાવશે. ફિલ્મ 'પોન્નીનિ સેલ્વમ'માં ઐશ્વર્યાને આવો રોલ મળ્યો છે. આ એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે, દસમી શતાબ્દીના ચોલ રાજાની કહાની છે. રાજા ચોલ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સમ્રાટ બન્યા હતાં તેની વાત છે. એશ્વર્યાને રાયપેરિયા પઝુવેત્તારય્યરની પત્નિ નંદિનીનો રોલ અપાયો છે. જેણે ચોલ સામ્રાજ્યના ચાન્સેલર અને કોષાધ્યક્ષના રૂપમાં કામ કર્યુ હતું. ફિલ્મમાં અમિતાભનો પણ નાનકડો રોલ હોવાની ચર્ચા છે. ઐશ્વર્યાના પતિના રોલમાં મોહન બાબૂ છે. અગાઉ ૨૦૦૫માં ખાખી અને ૨૦૦૬માં ધૂમ ફિલ્મમાં ઐશ્વર્યા નેગેટિવ રોલ નિભાવી ચુકી છે.

(10:30 am IST)