ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

મેઘના દિપીકા માટે તારીખો નહોતી એટલે મારે નુકસાન વેઠવું પડ્યું: રાજકુમાર રાવ

મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં દિપીકા પાદુકોણ અને વિક્રાંત મૈસીની જોડી મુખ્ય રોલમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં દિપીકા અને વિક્રાંત પહેલી જ વખત સાથે કામ કરી રહ્યા છે. અગાઉ આ દિપીકા સાથે રાજકુમાર રાવને લેવાનું  નિર્માતઓએ નક્કી કર્યુ હતું. રાજકુમારે પોતે કહ્યું હતું કે મને છપાક ફિલ્મની ઓફર થઇ હતી, મેં એ ઓફર ઠુકરાવી નહોતી. મને સ્ક્રિપ્ટ ખુબ જ પસંદ પડી હતી. પરંતુ તારીખોની સમસ્યાને કારણે હું આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી શકયો નહોતો. હું હજુ પણ દિપીકા અને મેઘનાને એમ કહેતો રહુ છું કે આ મારું જ નુકસાન છે. રાજકુમાર પછી વિક્રાંતને રોલ ઓફર થયો હતો. તે તે જર્નાલિસ્ટ અને સામાજીક કાર્યકરના રોલમાં જોવા મળશે. એસિડ હુમલાથી પિડીત લક્ષ્મી અગ્રવાલની અસલી જિંદગી પર આ ફિલ્મ આધારીત છે. મેઘના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને દિપીકાએ જ પ્રોડયુસ કરી છે. ફિલ્મ વર્ષ ૨૦૨૦માં દસમી જાન્યુઆરીએ રિલીઝ  થશે.

(10:29 am IST)