બે ફિલ્મોની રાહ જોઇ રહી છે નુસરત ભરૂચા
મુંબઇમાં જન્મેલી નુસરત ભરૂચાએ ૨૦૦૬થી જય સંતોષી મા નામની ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી છે. તેણે હિન્દી ઉપરાંત મિલ, તેલુગુ ફિલ્મો પણ કરી છે. લવ સેકસ ઓૈર ધોખા, પ્યાર કા પંચનામા, આકાશવાણી, પ્યાર કા પંચનામા-૨ સહિતની ફિલ્મો પછી સોનુ કે ટીટૂ કી સ્વીટી થકી રાતોરાત મોટી ઓળખ ઉભી કરી હતી. તાજેતરમાં તેણે ૩૪મો જન્મદિવસ ઉજવ્યો હતો. લાખો દિલોમાં રાજ કરતી નુસરત પોતાની ખુબસૂરત અદાને કારણે ચાહકોમાં સતત ચર્ચાતું નામ છે. તે સોશિયલ મિડીયા પર પણ તસ્વીરો પોસ્ટ કરતી રહી છે. નુસરત હવે તેની બે ફિલ્મો 'તુર્રમ ખાન' અને 'ડ્રીમ ગર્લ' રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. તુર્રમખાનમાં તે રાજકુમાર રાવ સાથે અને ડ્રીમ ગર્લમાં આયુષ્યમાન ખુરાના સાથે કામ કરી રહી છે. તેણે ૨૦૦૨માં ટીવી શો કિટ્ટી પાર્ટી અને ૨૦૧૦માં સેવનમાં પણ કામ કર્યુ હતું.