ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

હું અને બેબો પાછલા ૧પ વર્ષથી ફ્રેન્ડસ છીઅેઃ કરિના કપૂર અને સોનમ કપૂરના અણબનાવના સમાચાર વચ્‍ચે સોનમ કપૂરનો રદીયો

મુંબઇઃ કરિના કપૂર અને સોનમ કપૂર વચ્‍ચે અણબનાવની વાત વચ્ચે આ બંને અભિનેત્રી વ્હોટ્સઅેપમાં કપૂર ગર્લ્સ નામના ગ્રુપમાં મજાક મસ્તી અને ગપશપ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

કરિના કપૂર અને સોનમ કપૂર અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ વીરે દી વેડિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. વીરે દી વેડિંગમાં કરીના અને સોનમની સાથે સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા પણ છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એવી અટકળો ચાલતી હતી કે, સેટ પર સોનમ અને કરીના વચ્ચે અણબનાવ થતા રહે છે અને તેમની બનતી નથી.

ફિલ્મના પ્રમોશન વખતે જ્યારે સોનમને આ વિષે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું અને બેબો પાછલા પાછલા 15 વર્ષથી ફ્રેન્ડ્સ છીએ. આટલું જ નહીં, કરીના, રીયા, લોલો(કરિશ્મા) અને મારું એક વોટ્સએપ ગ્રુપ છે, જેનું નામ છે કપૂર ગર્લ્સ.

સોનમે કહ્યું કે, અમે આ ગ્રુપમાં એકબીજાના ફોટોસ શેર કરતા રહીએ છીએ. બેબો અને હું પાછલા 15 વર્ષથી ફ્રેન્ડ્સ છીએ અને આવી ગોસિપથી અમને કોઈ ફરક નથી પડતો. બેબો અને હું અમારા પરિવારના થર્ડ જનરેશનના એક્ટર્સ છીએ અને અમે જાણીએ છીએ કે મીડિયામાં કઈ રીતે કામ થાય છે.

સોનમે કહ્યું કે, અમે લોકો ઘણાં સારા મિત્રો છીએ અને અમે બહુ જ સારી ફિલ્મ બનાવી છે. અમે સાબિત કર્યું છે કે વિમેન પણ એક સાથે કામ કરી શકે છે.

(7:21 pm IST)