ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

જબરદસ્ત એક્શન ધરાવતી ફિલ્મની તૈયારી કરવાનો છું: જ્હોન અબ્રાહમ

મુંબઇઅભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કહ્યુ હતું કે હવે પછી હું જબરદસ્ત એક્શન ધરાવતી ફિલ્મની તૈયારી કરવાનો છું. મારી પરમાણુ તો રિલિઝ થવાની તૈયારી છે.

અગાઉ ઢિશૂમ, રૉકી હેન્ડસમ અને ફોર્સ ટુ જેવી ફિલ્મો આપી ચૂકેલા જ્હૉને કહ્યું કે હવે એટેક નામની ભરપુર એક્શન ધરાવતી ફિલ્મ હું આપવાનો છું. ફિલ્મ ફ્રેન્ચાઇઝની પહેલી કડી ૨૦૧૯ના જાન્યુઆરીમાં રજૂ કરવાની અમારી યોજના છે. એક સાહસકથા ટાઇપની ફિલ્મ હશે. ફ્રેન્ચાઇઝને એટેક નામ આપ્યું છે. એની ટીમ તૈયાર છે, સ્ક્રીપ્ટ તૈયાર છે. અમે પૂર્વતૈયારી પણ શરૃ કરી દીધી છે.

જો કે પહેલાં એની બાટલા હાઉસ ફિલ્મ આવશે. પાટનગર નવી દિલ્હીમાં થયેલા એન્કાઉન્ટર બાટલા હાઉસમાં જ્હૉન ટોચના પોલીસ અફસર સંજીવ કુમાર યાદવનો રોલ કરવાનો છે. બાટલ હાઉસ પૂરી થયા બાદ એટેક પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે.ઔઔર એક ફિલ્મના પ્લાિંનંગની વાત કરતાં જ્હૉને કહ્યું કે છેક ૨૦૧૩થી મારા મનમાં સત્યઘટના પર આધારિત એક ફિલ્મ બનાના રમી રહી છે. મારા બેનર તળે બનનારી ફિલ્મનંુ ડાયરેક્શન ઇમ્તિયાઝ અલીનો ભાઇ સાજિદ અલી કરશે. બનાના એક નાનકડી ફિલ્મ છે.

(3:36 pm IST)