ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

દિશા પાટની રિતિક રોશન સાથે જોડી જમાવવા તૈયાર

સલમાનની આવનાર ફિલ્મ ભારતમાં દિશાને રોલ મળ્યો

મુંબઇ,તા. ૨૧: આશાસ્પદ સ્ટાર દિશા પાટનીની લોકપ્રિયતા હાલમાં સતત વધી રહી છે. તેની બોલબાલા વધી રહી હોવાના પુરાવા એનાથી મળે છે કે તેને હવે એક ફિલ્મ રિતિક રોશન સાથે અને અન્ય એક  ફિલ્મ સલમાન ખાન સાથે મળી ગઇ છે. બાગી-૨ ફિલ્મને જોરદાર સફળતા બોક્સ ઓફિસ પર મળ્યા બાદ દિશા પાસે નવી નવી ઓફર આવી રહી છે. સલમાન ખાનની મોટી ફિલ્મ ભારતમાં પણ તેને મોટી ભૂમિકા મળી ગઇ છે. હવે નવા હેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો વધુ એક ફિલ્મ તેની પાસે આવી ગઇ છે. જેમાં તે અભિનેતા રિતિક રોશન સાથે કામ કરવા જઇ રહી છે. એમ માનવામાં આવે છે કે વરૂણ ધવનના ભાઇ અને નિર્દેશક રોહિત ધવનની સાથે રિતિક રોશન એક ફિલ્મ કરી રહ્યો છે. જે હાલમાં પ્રી પ્રોડક્શન હેઠળ છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાળા પ્રોડ્યુસ કરનાર છે. તેઓ ઇચ્છે છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં કોઇ પણ સમય રજૂ કરવામાં આવી શકે છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો રોહિત ધવન હાલમાં પટકથા પર કામ કરી રહ્યા છે. રિતિક રોશન સાથે વાતચીત ચાલી રહી છે. તેમને ફિલ્મની અભિનેત્રીની શોધ હતી. હવે આના માટે દિશાનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલમાં પેપર વર્કનુ કામ પૂર્ણ થયુ નથી. જેથી તમામ પાસા પર વાતચીત ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે દિશાએ ફિલ્મને લઇને તૈયારી દર્શાવી દીધી છે. આગામી મહિના સુધી તમામ ચીજો ફાઇનલ થઇ જશે. જુન અથવા તો જુલાઇમાં આ સંબંધમાં તમામ બાબતો નક્કી કરવામાં આવ્યા બાદ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે.

સુપરસ્ટાર રિતિક હાલમાં સુપર-૩૦ ફિલ્મને લઇને શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂર્ણ કરાયા બાદ તે ટાઇગર સાથે ફિલ્મ પર કામ શરૂ કરશે. જેમાં વાણી કપુર મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.

(1:09 pm IST)