ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

'હેપ્પી ફીર ભાગ જાયેગી'નું શુટીંગ પુરૂઃ સોનાક્ષીને રિલીઝની રાહ

બે વર્ષ પહેલા આવેલી રોમ-કોમ ફિલ્મ હેપ્પી ભાગ જાયેગીની સિકવલ હેપ્પી ફિર ભાગ જાયેગીનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. પહેલા ભાગની સફળતા પછી નિર્માતાઓએ બીજો ભાગ બનાવવાની ઘોષણા કરતાં જ ચાહકો ખુશ થઇ ગયા હતાં. હેપ્પી ફીર ભાગ જાયેગી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સોનાક્ષી સિન્હાને મળી છે.

આ ફિલ્મમાં રોલ મળતાં જ સોનાક્ષી ખુશ થઇ ગઇ હતી. પહેલા ભાગમાં મુખ્ય રોલ ડાયેના પેન્ટીને મળ્યો હતો. આ ફિલ્મમાં સોનાક્ષી સાથે ડાયેના પણ જોવા મળશે. નિર્દેશક મુદસ્સર અઝીઝની આ ફિલ્મનું શુટીંગ તાજેતરમાં પુરૂ થયું છે. સોનાક્ષીએ સોશિયલ મીડીયા પર લખ્યું હતું કે શુટીંગ પુરૂ થયું છે, સમગ્ર ટીમ સાથેની સફર ખુબ શાનદાર હતી. સોૈનો આભાર. હવે હું ૨૪મી ઓગષ્ટની રાહ જોઇ રહી છું.

(9:28 am IST)