ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

રણબીર-આલિયા કરી રહ્યા છે એક બીજાના વખાણ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનમાં હોવાની ખુબ ચર્ચા છે. બીજી તરફ આ બંને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરી રહ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચા હતી કે આલિયાની ખાસ બહેનપણી કેટરીના આલિયાથી નારાજ છે, કારણ કે આલિયા તેના એકસ બોયફ્રેન્ડ સાથે વધુ મિત્રતા બાંધી રહી છે. જો કે આલિયાએ કહ્યું હતું કે તે કોઇ સાથે રિલેશનશીપમાં જોડાશે તો પણ કોઇને કંઇ કહેશે નહિ. તાજેતરમાં આલિયાએ પોતાને રણબીર કપૂર પ્રત્યે ક્રશ હોવાની વાત કરી હતી. તો હવે રણબીરે પણ એક ઇન્ટરવ્યુમાં આલિયાને લઇને પોતાની લાગણીઓ દર્શાવી હતી. આ વર્ષે રણબીર-આલિયા હોટ કપલ તરીકે સામે આવશે તેવું સમજાય છે. રણબીરે આલિયાના અભિનયના પણ ભરપુર વખાણ કર્યા હતાં.

(9:27 am IST)