ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

સનીની ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે

સની લિયોનના બોલીવૂડ ઉપરાંત તમિલનાડુમાં પણ અસંખ્ય પ્રશંસકો છે. સની હાલમાં વિરમાદેવી નામની તમિલ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ તમિલમાં તેની મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ છે. આ પહેલા તે ૨૦૧૪માં વાડાકરી નામની તમિલ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચુકી છે. આ ફિલ્મની કહાની સની લિયોન આસપાસ ઘુમતી રહેશે. ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં સનીનો જાદુઇ લૂક જોવા મળે છે. તેના ચાહકોને આ પોસ્ટર ખુબ ગમ્યું છે. ફિલ્મનું નિર્દેશન વી.સી. વાડિવુદાઇયા કરી રહ્યા છે. તમિલની સાથો સાથ આ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. બોલીવૂડમાં પ્રારંભીક સફળતા બાદ સનીએ આઇટમ સોંગ થકી ચાહકો જાળવી રાખ્યા છે.

(9:26 am IST)