ફિલ્મ જગત
News of Saturday, 21st April 2018

રાકેશ રોશનનું લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન થશે

મુંબઈ: જાણીતા અભિનેતા-ફિલ્મમેકર રાકેશ રોશને હિન્દી ફિલ્મોમાં નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક, સંપાદક અને અભિનેતાના આપેલ યોગદાન માટે દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર તરફથી લાઈફટાઈમ એચિવમેન્ટ સમ્માન આપવામાં આવનાર છે. સમારોહની આયોજનકર્તા ગ્લોકલ થિંકર્સની ઉપાધ્યક્ષ પારુલ સૂદે જણાવ્યુ કે, ફિલ્મ ઉદ્યોગ માટે અસાધારાણ કામ કરવા માટે રાકેશ રોશનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાનો સમ્માનની વાત છે. 

 

તેમની હાલમાં નિર્મિત ફિલ્મ કાબિલ યુવાઓ માટે પ્રેરણાદાયી છે. તેમણે જણાવ્યુ કે, દાદાસાહેબ ટ્રસ્ટ માત્ર પડદા પાછળના ટેકનીશિયનોને ઓળખ આપે છે. દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ્સના અધ્યક્ષ અશફાક ખોપેકરે જણાવ્યુ કે, અમે ભારતીય ફિલ્મ સંસ્કૃતિને સમર્થન અને વધારો આપવા માટે એખ સેમિનાર અને અન્ય સામાજિક ગતિવિધિઓનુ આયોજન યોજના બનાવી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, હું ટેકનીશિયનો, કર્મચારીઓ અને કલાકારોના પેન્શન, ચિકિત્સકીય સુવિધાઓ જેવા વધુ લાભ પ્રદાન કરવાનો પ્રયત્ન કરુ છું. પુરસ્કાર સમારોહનુ આયોજન ચિત્રકુટ ગ્રાઉન્ડ પર ૨૯ એપ્રિલના રોજ કરવામાં આવનાર છે. આપને જણાવી દઈએ કે, અત્યારે રાકેશ રોશન પોતાની આગામી ફિલ્મ ક્રિશ-૪ની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મ અત્યારે પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને ૨૦૨૦માં દીવાળી પર રીલીઝ કરવામાં આવનાર છે.

(4:15 pm IST)