ફિલ્મ જગત
News of Thursday, 21st March 2019

વડાપ્રધાન મોદીની બાયોપિકનું ટ્રેલર, વિવેક ઓબેરોયનો અભિનય ચર્ચાના એરણે ? જોવા કરો ક્લિક

સોશિયલ મીડિયાની વોલ પર એક તસવીરનું કોલાજ શેયર: વિવેક નવ અલગઅલગ લુકમાં જોવાયો

 

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાયોપિકનું ટ્રેલર રીલીઝ થયું છે ઓમંગ કુમારે ડાયરેક્ટ કરેલી ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન મોદીનું પાત્ર ભજવવા માટે ભારે મથામણ કરતો જોવાયો છે વિવેકનો અભિનય ચર્ચાની એરણે છે બાયોપિક પહેલા વિવેક ઓબેરોયે પોતાનું નામ બદલીને વિવેકાનંદ ઓબેરોય કરી નાંખ્યું છે

   . છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન મોદીની બાયોપિકની ચર્ચા છે. ફિલ્મનું ઘણું શૂટિંગ ગુજરાતમાં પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ફિલ્મમાં મનોજ જોષી રાજકારણી અમિત શાહનું પાત્ર ભજવવાના છે

  ફિલ્મમાં નરેન્દ્ર મોદીના રોલ માટે વિવેક ઓબેરોયની પસંદગી કરવામાં આવી છે. સંદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ''ફિલ્મમાં લીડ રોલ માટે વિવેકની પસંદગી કરવા પાછળ અનેક કારણ છે. તેઓ અનુભવી અભિનેતા અને પર્ફોમર છે. વિવેક મનોરંજન ઉદ્યોગમાં છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યો છે. તેઓ બહુમુખી અભિનેતા છે અને એક સમયે કંપની અને સાથિયા જેવી ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના રોલ બહુ સરળતાથી કર્યા છે. હું 2014થી સાંભળી રહ્યો છું કે પીએમ મોદીની બાયોપિકમાં મુખ્ય રોલ પરેશ રાવલ કરશે પણ અમે માટે ક્યારેય તેમનો સંપર્ક નથી કર્યો.''

  હાલમાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયાની વોલ પર એક તસવીરનું કોલાજ શેયર કર્યુ હતું જેમાં વિવેક નવ અલગઅલગ લુકમાં જોવા મળે છે અને ગેટઅપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેણે ધારણ કર્યા છે. ફિલ્મમાં અમિત શાહનો રોલ મનોજ જોશી ભજવી રહ્યા છે.

  સિવાય ફિલ્મમાં દર્શન કુમાર,  પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત આર સલુજા મુખ્ય રોલમાં છે. ફિલ્મનું બીજું પોસ્ટર બહુ જલ્દી રિલીઝ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક જેવી ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની છે.

 

(12:22 am IST)