ફિલ્મ જગત
News of Thursday, 21st March 2019

રકુલ પ્રીત સિંઘે ભરતીય ક્રિકેટના દિગ્ગ્જ ખેલાડી કપિલ દેવ સાથે ગોલ્ફની મજા માની

મુંબઈ: અભિનેત્રી રકુલ પ્રીત સિંઘે તાજેતરમાં હરિયાણા એક્સપ્રેસના હુલામણા નામે ક્રિકેટની દુનિયામાં જાણીતા ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે ગોલ્ફની રમતની મજા માણી હતી.'એણે કહ્યુ હતું કે હું સ્કૂલ્માં ભણતી હતી ત્યારે   નેશનલ લેવલની ગોલ્ફર તરીકે રમતી હતી એટલે ગોલ્ફની રમત મારા માટે નવી નથી. છેલ્લા થોડા સમયથી ગેાલ્ફ રમવાની તક મને મળી નહોતી એટલે કપિલ દેવ સાથે રમવાની તક મળતાં મેં ઝડપી લીધી હતી. 'વાસ્તમાં એક ચેરિટિ માટે મને અને કપિલને ગોલ્ફ રમવાની વિનંતી કરવામાં આવી હતી મેં ઝપી લીધી હતી. અમે 19હોલ્સ સુધી રમ્યાં હતાં. રમતાં રમતાં અમે થોડીક વાતો પણ કરી હતી. આવી વાતોમાં કપિલ દેવ ક્રિકેટ તરફથી ગોલ્ફ તરફ શી રીતે વળી ગયા એની વાત પણ થઇ હતી.આટઆટલી સિદ્ધિ છતાં નમ્ર રહી શક્યા છે બહુ મોટી વાત ગણાય. અમે 183ના વર્લ્ડ કપ ક્રિકેટની વાતો પણ મમળાવી હતી.'રકુલે કહ્યુ કે કપિલ દેવે મને કેટલીક ટીપ્સ પણ આપી હતી કારણ કે દર સપ્તાહે ગોલ્ફ રમે છે ત્યારે હું ફક્ત મહિને  એકાદવાર રમું છું. કપિલે મને રમતની કેટલીક અજાણી વાતો સમજાવી હતી. રકુલ હાલ અજય દેવગણ સાથે દે દે પ્યાર દે કરી રહી છે. ફિલ્મ ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં રજૂ થવાની છે

(1:07 pm IST)