ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

હોલીવુડની ફિલ્મ 'ડેડપુલ ટુ'માં ડબિંગ કરવાનું ના કહ્યું રણવીર સિંહે

મુંબઇ: હોલિવૂડની માતબર ફિલ્મ કંપનીએા દ્વારા બનાવાયેલી ફિલ્મોમાં ભારતીય કલાકારો ડબિંગ કરે એ વાતની નવાઇ રહી નથી પરંતુ તાજેતરમાં ટોચના અભિનેતા રણવીર સિંગે ડેડપુલ ટુમાં ડબિંગ કરવાની અશક્તિ દર્શાવીને ના પાડી દીધી હતી એવી માહિતી મળી હતી. અગાઉ વરુણ ધવને કેપ્ટન અમેરિકા ફિલ્મ માટે, ટાઇગર શ્રોફે સ્પાઇડર મેન માટે અને પ્રિયંકા ચોપરાએ ધ જંગલ બુક માટે પોતાનો કંઠ ઊછીનો આપ્યો હતો. એ જ રીતે રણવીર સિંઘને રાયન રેનોલ્ડ્સના ડેડપુલ ટુ ફિલ્મના સંવાદો માટે ડબ કરવાની ઑફર મળી હતી પરંતુ એણે સવિનય ના પાડી દીધી હતી.   હાલ રણવીર બે ત્રણ મોટી ફિલ્મો કરી રહ્યો છે જેમાં ઝોયા અખ્તરની ગલી બૉય અને રોહિત શેટ્ટીની સિમ્બાનો સમાવેશ થાય છે. ગલી બૉયમાં એ મુંબઇની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહીને ટોચના ગાયક બનતા યુવકનો રોલ કરી રહ્યો છે તો સિમ્બામાં એ ધૂની પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યો છે. ડેડપુલ ટુ મેની ૧૮મીએ રજૂ થવાની છે. એ પહેલાં હિન્દી સંવાદો ડબ થવા જોઇએ. રણવીરના પ્રવક્તાએ કહ્યું કે ગલી બૉયનું શૂટિંગ શિડયુલ એટલું બધું ટાઇટ છે કે રણવીર સમય ફાળવી શકે એમ નથી. એટલે એણે નછૂટકે ના પાડવી પડી હતી.
 

(4:55 pm IST)