ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

10 વર્ષ પછી સાથે કામ કરશે પ્રિયંકા-સલમાન

મુંબઈ:જ્યાં એકબાજુ અત્યારે અભિનેતા સલમાન ખાન પાસે બોલીવુડ ફિલ્મોની ભરમાર છે ત્યારે બીજીબાજુ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના કેટલાક ઈન્ટરનેશનલ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે આ બન્ને કલાકાર ફરી એકવાર રૃપેરી પડદે રોમાન્સ કરતા નજરે પડી શકે છે. 
સુત્રોના જણાવ્યા મુજબ, સલમાન ખાનની બહુચર્ચિત આગામી ફિલ્મ ભારતમાં પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. જો આ અહેવાલ સાચા ઠરશે તો આશરે ૧૦ વર્ષ બાદ બન્ને કલાકાર સાથે સિલ્વર સ્ક્રીન પર નજરે પડશે. મહત્વનુ છે કે, ફિલ્મ ભારતનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે, જે સલમાન સાથે સુલ્તાન અને ટાઈગર જિંદા હૈ જેવી સુપરહિટ ફિલ્મ આપી ચુક્યા છે. તેમજ પ્રિયંકા પણ અલીના નિર્દેશનમાં ફિલ્મ ગુંડેમાં કામ કરી ચુકી છે. 
હાલમાં જ અલીએ પ્રિયંકા સાથે તેના ઈન્ટરનેશનલ શો ક્વાન્ટિકોના શુટિંગ દરમિયાન ન્યુયોર્કમાં મુલાકાત કરી હતી. મહત્વનુ છે કે, સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા મુઝસે શાદી કરોગી જેવી સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. ત્યારે દર્શકો પણ આ જોડીને ફરી એકવાર રુપેરી પડદે જોવા માટે આતુર બન્યા છે.

(4:54 pm IST)