ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

સુનિલ અને શિલ્પા ટીવી પરદે દર્શકોને હસાવવા તૈયાર

બીગ બોસ સિઝન ૧૧ની વિજેતા શિલ્પા શિંદે હવે આરામ છોડી ફરીથી કામ કરવા તૈયાર થઇ છે. તેની પાસે અનેક પ્રોજેકટની ઓફર આવી રહી છે. શિલ્પા હવે એક કોમેડી શોમાં જોવા મળશે. આ શોમાં કોમેડી કિંગ સુનિલ ગ્રોવર સાથે તે કામ કરશે. નિર્માતા પ્રીતિ સિમોજે સુનિલ ગ્રોવર અને શિલ્પા શિંદેના ફોટા સોશિયલ મિડીયા પર અપલોડ કર્યા હતાં. જેમાં આ બંને સાથે જોવા મળ્યા છે. પ્રીતિએ આ પહેલા કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા, ધ કપિલ શર્મા શો અને ધ ડ્રામા કંપની જેવા શો બનાવ્યા છે. હવે તે દર્શકો સામે સુનિલ અને શિલ્પાને લાવી રહી છે. સુનિલ લાંબા સમયથી ટીવી પરદેથી દૂર છે. ત્યારે દર્શકો તેને અને એક સમયની અંગૂરી ભાભીને જોવા આતુર છે.

(9:49 am IST)