ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

ઘરની યાદ ન આવે એવું છે અમૃતસરઃ તાપસી

બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ હાલમાં અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જિયાં' કરી રહી છે. ફિલ્મનું શુટીંગ અમૃતસરમાં શરૂ થયું હતું. અભિષેક બચ્ચન આ ફિલ્મમાં મુખ્ય રોલમાં છે. તાપસીએ કહ્યું હતું કે અમૃતસરનો અનુભવ મારા માટે ખુબ સરસ રહ્યો છે. હું આ ફિલ્મમાં અમૃતસરની યુવતિના રોલમાં છું. મેં અમૃતસરના જુદા-જુદા પકવાનનો ભરપુર લાભ ઉઠાવ્યો છે. ટીમના ઘરેથી આવતાં ભોજન અને ખાસ પકવાનો જીભે વળગ્યા હતાં. આ શહેર એવુ છે જે તમને તમારા ઘરની યાદ આવવા દેતું નથી. અમારી ટીમમાં અનેક મેમ્બર્સ અમૃતસરના જ હોવાથી તેઓ ઘરેથી ટિફીન લાવતાં હતાં. દરરોજ કોઇ ને કોઇ કર્મચારી મીઠાઇ અને અમૃતસરની બીજી વાનગીઓ લાવતા હતાં. અભિષેક ઉપરાંત વિક્કી કોૈશલ પણ આ ફિલ્મમાં છે. 

(9:49 am IST)