ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

મુકેશની ફિલ્મમાં સુશાંત સાથે સંજના સાંધીને મુખ્ય રોલ

બોલીવૂડના જાણીતા નિર્દેશક મુકેશ છાબડા ૨૦૧૪માં આવેલી હોલીવૂડ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની હિન્દી રિમેક બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય રોલ માટે સુશાંતસિંહ રાજપૂતને લેવાયો છે. હિરોઇન તરીકે એક મોડેલ અભિનેત્રી સંજના સાંધીની પસંદગી થઇ છે. નિર્દેશક મુકેશ છાબડાએ જ જાણકારી આપી હતી કે સંજનાને આ ફિલ્મમમાં લિડ રોલ અપાયો છે. સંજનાએ અગાઉ ફિલ્મ રોકસ્ટારમાં નાનકડો રોલ કર્યો હતો. જેમાં તે નરગીસ ફખરીની બહેન બની હતી. તેણે એ ફિલ્મ પહેલા અનેક એડ ફિલ્મો પણ કરી છે. મુકેશની આ ફિલ્મમાં સંગીત એ.આર. રહેમાનનું હશે. સુશાંતસિંહ હાલમાં ફિલ્મ કેદારનાથ અને સોનચિરૈયાના શુટીંગમાં વ્યસ્ત છે. કેદારનાથમાં તેની સાથે સારા અલી ખાન છે.

(9:48 am IST)