હર્ષ અને ભારતી ફરીથી સાથે આવશે નવા સ્ટંટ શોમાં
રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી-જિગર પે ટ્રિગર'માં ટીવી પરદાની કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચીયાએ પણ ભાગ લીધો છે. રાઇટર પતિ હર્ષ સાથે ભારતી ફરીથી એક સ્ટંટ શોમાં ભાગ લેવાની તૈયારીમાં છે. આ બંને એડવેન્ચર અને સ્ટંટ આધારીત શો 'ખતરા ખતરા ખતરા'માં જોવા મળશે. હર્ષ લિંબાચીયા આ શોનો ક્રિએટીવ પ્રોડ્યુસર પણ છે. હર્ષ, આદિત્ય, વિકાસ ગુપ્તા, ટીવ અભિનેત્રી જસ્મીન ભસીન આ શોમાં ભાગ લેશે અને ભારતી એન્કરીંગ કરતી જોવા મળશે. હર્ષએ કહ્યું હતું કે અમે કોન્સેપ્ટસને સતત ડેવલોપ કરી રહ્યા છીએ. આ શોમાં સ્ટંટ મજેદાર રીતે રજૂ કરાશે.મુંબઇ, દિલ્હી, આગ્રા સહિતના શહેરોમાં શુટીંગ થશે. ખુશહાલ લગ્ન જીવન વિશેષ હર્ષએ કહ્યું હતું કે અમે બંને સેટ પર એક સ્પર્ધક તરીકે ભેગા થયા હતાં અને અમારા કોમન શોખને કારણે એક બીજા તરફ આકર્ષિત થયા હતાં. એ કારણે જ આજે અમારું લગ્ન જીવન પણ સફળ છે.