ફિલ્મ જગત
News of Wednesday, 21st February 2018

'બેતાબ'ની સિક્વલમાં કામ કરી શકે છે અમૃતા સિંહની પુત્રી સારા

મુંબઈ: બૉલીવુડ અભિનેતા સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન સુપર હિટ ફિલ્મ બેતાબ ની રીમેકમાં જોવા મળી શકે છે. 80ના દાયકાની સુપરત હિટ ફિલ્મમાં સની દેઓલ સાથે અમૃતા સિંહે કામકર્યું હતું.

અત્યારે સારા અલી ખાન એકતા કપૂરના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ કેદારનાથમાં કામ કરી રહી છે. મળતી માહિતી મુજબ બેતાબ ફિલ્મની રીમેકમાં સની દેઓલનો પુત્ર કરણ દેઓલ જોવા મળશે, ફિલ્મ બેતબથી જ સની દેઓલ અને અમૃતા સિંહ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

(5:56 pm IST)