ફિલ્મ જગત
News of Thursday, 21st January 2021

અભિનેતા વરૂણ ધવન ગર્લફ્રેન્ડનતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ લેશે સાત ફેરા

મુંબઈ: અભિનેતા વરૂણ ધવનના તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથેના લગ્નની અટકળો હવે સમાપ્ત થઈ ગઈ છે. વરુણ ધવનના કાકા અનિલ ધવને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, બંને 24 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. અગાઉ કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બંને અલીબાગમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ લગ્ન 5 દિવસ ચાલશે. તેમાં 50 જેટલા મહેમાનો સમાવી શકાય છે. આ વિશેષ અતિથિઓની યાદીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા કરણ જોહરના નામ પણ જણાવવામાં આવી રહ્યા છે. હવે અનિલ ધવને વરુણના લગ્નની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, મારો ભત્રીજો વરુણ ધવન 24 જાન્યુઆરીએ લગ્ન કરી રહ્યો છે. હું તેના વિશે ખૂબ જ ખુશ છું. '

(6:27 pm IST)