ફિલ્મ જગત
News of Thursday, 21st January 2021

હંગામા 2 ની શૂટિંગ પહેલા શિલ્પા શેટ્ટીએ કરાવ્યો હતો કોરોના ટેસ્ટ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાએ શહેરમાં આગામી ફિલ્મ હંગામા 2 નું શૂટિંગ ફરી શરૂ કરતા પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. અભિનેત્રીએ આ માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી હતી. અભિનેત્રીએ બૂમરેંગ વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે રેટ્રો લુકમાં જોવા મળે છે. નેટથી બનેલા બ્લેક ફુલ સ્લીવ ડ્રેસમાં શિલ્પા સુંદર લાગી રહી છે. શિલ્પાએ આ વીડિયોને કેપ્શન આપતા લખ્યું, "બેક ઓન સેટ. કોરોના પરીક્ષણ કરાવ્યું છે. હંગામા 2 તેના રેટ્રો વાઇબ્સમાં. ઓઝી ક્વીન હેલેનજીનો પોશાક પહેરે છે."

(6:26 pm IST)