મુનમુન દત્તાઃ ડોકટર બનવું હતું પણ બની ગઇ અભિનેત્રી
ટીવી પરદે અભિનેત્રી મુનમુન દત્તાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બબીતા ઐયરનો રોલ મળ્યો છે. મુનમુન આજે ઘર-ઘરમાં બબીતાજીના નામથી જાણીતી છે. ટીવીની આ અભિનેત્રી બોલીવૂડ અભિનેત્રીઓ કરતાં જરાપણ ઓછી નથી. આ ખુબસૂરત અભિનેત્રીના ઇંંસ્ટાગ્રામ પર ૨ લાખ ૩૫ હજાર ફોલોઅર્સ છે. તે સતત સોશિયલ મિડીયામાં ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. આ તસ્વીરોને તેના ચાહકો ખુબ પસંદ પણ કરતાં રહે છે. મુમનુમે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી કરી છે. તેણે કારકિર્દીની શરૂઆત ફેશન શો થકી પુણેમાં કરી હતી. ૨૦૦૪માં મુંબઇ આવી ટીવી શો હમ સબ બારાતીમાં પહેલી વખત કામ કર્યુ હતું. એ પછી સુપરસ્ટાર કમલ હસન સાથે તમિલ ફિલ્મ મુંબઇ એકસપ્રેસમાં કામ કર્યુ હતું. ૨૦૦૬માં હોલીડે ફિલ્મમાં પણ આવી હતી. મુનમુનની ઇચ્છા ડોકટર બનવાની હતી. પણ નસિબે તેને અભિનેત્રી બનાવી દીધી. એક સમયે અભિનેતા અરમાન કોહલી સાથે તેને રિલેશનશીપ હતી. ૨૦૦૮માં આ બંને સાથે રહ્યા હતાં. મુનમુનને અરમાને મારકુટ કર્યાનો આરોપ પણ મુકાયો હતો.