ફિલ્મ જગત
News of Monday, 21st January 2019

સંગીતકાર ભપ્પી લહેરીને બોલીવુડમાં પચ્ચાસ વર્ષ પૂર્ણ

ભપ્પીએ દિલિપ કુમાર અને અમિતાભ બચ્ચનથી માંડીને રણવીર સિંઘ સુધીના ટોચના કલાકાર માટે સંગીત પીરસ્યું

મુંબઈ :સંગીતકાર ભપ્પી લાહિરીએ બોલિવૂડમાં પચાસ વર્ષ પૂરાં કર્યાં છે  ભપ્પીએ પહેલી ફિલ્મ પોતાની માતૃભાષા બંગાળીમાં દાદુ નામે ૧૯૬૯માં કરી હતી. બોલિવૂડમાં આવ્યા બાદ તેમણે ડિસ્કો કલ્ચર લોકપ્રિય કર્યું હતું   જો કે એ જરૃર પડયે ભારતીય સંગીતનો પણ સરસ રીતે ઉપરોગ કરતા રહ્યા હતા.મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલને ચમકાવતી ફિલ્મ નમકહલાલના પગ ઘુંઘર બાંધ મીરાં નાચી રે.. છે. આ અને આવાં બીજાં ગીતોે પરથી જોઇ શકાય કે ભપ્પી ભારતીય સંગીતના પણ અભ્યાસી રહ્યા છે.

  ૬૬ વર્ષની વયના ભપ્પીએ એક મુલાકાતમાં કહ્યું કે પચાસ વર્ષ આંખના પલકારામાં વહી ગયા હોય એવું લાગે છે. હું થાક્યો નથી, હું કામ કરતો રહીશ કારણ કે આ એક જ કામ એવું છે જેમાં મને સખત આનંદ આવે છે. સંગીત સર્જનમાં હું મારી જાતને અને સ્થળકાળને ભૂલી જાઉં છું. એટલે જીવું ત્યાં સુધી કામ કરતાં રહેવાની મારી તૈયારી છે.

  ભપ્પીએ અભિનય સમ્રાટ દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનથી માંડીને રણવીર સિંઘ સુધીના લગભગ દરેક ટોચના કલાકાર માટે સંગીત પીરસ્યું છે.

(10:16 pm IST)